TEST SERIES

જો રૂટની સદીના કારણે સચિન તેંડુલકરનો સૌથી મોટો રેકોર્ડ ખતરામાં

Pic- Hindustan Times

એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. હાઈ-વોલ્ટેજ હરીફાઈમાં પ્રથમ એશિઝ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. આ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે શાનદાર સદી ફટકારી હતી.

આ રૂટની કારકિર્દીની 30મી ટેસ્ટ સદી હતી. આ સાથે જ રૂટ હવે સચિન તેંડુલકરના સૌથી વધુ ટેસ્ટ રનના રેકોર્ડ માટે મોટો ખતરો બની ગયો છે.

તમને જણાવી દઈએ કે સચિનના ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન છે. આ સાથે જ ODI ક્રિકેટમાં 18426 રન બનાવ્યા છે. વન-ડેમાં, વિશ્વનો કોઈ બેટ્સમેન સચિનના આ રેકોર્ડની નજીક પણ નથી અને આવનારા સમયમાં પણ નહીં બને. પરંતુ એક બેટ્સમેન ટેસ્ટમાં પોતાના રેકોર્ડ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ ઈંગ્લેન્ડના જો રૂટ છે. છેલ્લા કેટલાક સમયથી રૂટને ટેસ્ટ ક્રિકેટમાં રન મશીન માનવામાં આવે છે. રૂટના હવે 131 ટેસ્ટ મેચમાં 11122 રન છે.

રૂટ 50થી વધુની એવરેજથી રમે છે. રૂટ સચિનના 15921 રનથી 4800 રન પાછળ છે. જો રૂટ આગામી 3-4 વર્ષ સુધી પોતાનું સારું ફોર્મ અને ફિટનેસ જાળવી રાખે છે તો તે સચિનથી આગળ વધી શકે છે. પરંતુ તે પણ મુશ્કેલ બનશે. જણાવી દઈએ કે સચિને 2013માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

Exit mobile version