ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પાટિલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું…
મુંબઇ: ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પૂર્વ ક્રિકેટર સદાશિવ રાવજી પાટિલનું મંગળવારે કોલ્હાપુર સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું.
તે 86 વર્ષનો હતા અને તેના પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્રીઓ છે. કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ અધિકારી રમેશ કદમે જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે કોલ્હાપુરની રુઇકર કોલોની સ્થિત તેમના નિવાસસ્થાને તેમનું (પાટીલ) નિધન થયું હતું.”
1955 માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પાટિલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે આ પછી તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નહીં. પાટિલે 1952-1964ની વચ્ચે મહારાષ્ટ્રની 36 પ્રથમ-વર્ગની મેચોમાં 866 રન બનાવ્યા હતા અને 83 વિકેટ લીધી હતી. તેમણે રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્રની અધ્યક્ષતા પણ લીધી હતી.

