શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચાલુ છે. શાહીન આફ્રિદીની ઘાતક બોલિંગના કારણે યજમાન ટીમ પ્રથમ દાવમાં માત્ર 222 રનમાં સમેટાઈ ગઈ હતી.
શાહીન આફ્રિદીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ઈંગ્લેન્ડના અનુભવી બોલર જેમ્સ એન્ડરસનને પાછળ છોડી દીધો છે. એન્ડરસને અત્યાર સુધી રમાયેલી 10 મેચમાં 40 વિકેટ ઝડપી છે જ્યારે આફ્રિદીએ તેની 8મી મેચમાં 41 વિકેટ ઝડપી છે. આ ચેમ્પિયનશિપ સાયકલમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની વાત કરીએ તો તે જસપ્રીત બુમરાહ છે જેણે 10 મેચમાં 45 વિકેટ લીધી હતી.
WTC 2021-23માં સૌથી વધુ વિકેટ લેનાર
જસપ્રિત બુમરાહ – 45
શાહીન આફ્રિદી – 41*
જેમ્સ એન્ડરસન – 40
નાથન લિયોન – 39
પેટ કમિન્સ – 35