TEST SERIES

સલમાન બટે વિરાટને આપી સલાહ કહ્યું, પુજારાને બદલે આ બેટ્સમેનને તક આપો

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટે ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મોટી સલાહ આપી છે. તેણે કહ્યું છે કે ચેતેશ્વર પૂજારાનું ફોર્મ આ સમયે ખરાબ છે. તેથી, તેના સ્થાને, સૂર્યકુમાર યાદવને આગામી મેચ માટે ટીમમાં સામેલ કરી શકાય છે. પૂજારા લાંબા સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. 2018 થી તે 38ની સરેરાશથી રન બનાવી શક્યો છે. જે તેની કારકિર્દીની સરેરાશ 45 કરતા ઓછી છે. આ શ્રેણીમાં પણ તેમનું બેટ અત્યાર સુધી મૌન રહ્યું છે. તે 3 ઇનિંગ્સમાં માત્ર 4, 12 અને 9 રન જ બનાવી શક્યો છે.

બટ્ટે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે પૂજારા હજુ સંઘર્ષ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડમાં બેટિંગ કરવી સરળ નથી. જો ભારત ઇચ્છે તો સૂર્યકુમાર યાદવને તેના સ્થાને તક આપી શકે છે. તે બધું વિરાટ કોહલી અને કોચ શું વિચારે છે તેના પર નિર્ભર કરે છે. જોકે, બટને લાગે છે કે પૂજારાને ટીમમાંથી પડતો મૂકવાનો વિચાર કરવો વહેલો છે. અત્યાર સુધી તેણે 3 ઇનિંગ રમી છે. 

બીજી બાજુ, પૂજારા ભરોસાપાત્ર છે અને ભૂતકાળમાં પણ આ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કર્યું છે. તે અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે, પરંતુ તેને બીજી તક આપવામાં આવી શકે છે.

સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોને ઈજાગ્રસ્ત શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદરના સ્થાને ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા છે. 10 દિવસની ક્વોરેન્ટાઇન અવધિ પૂર્ણ થયા બાદ, આ બંને ખેલાડીઓ શનિવારે લોર્ડ્સમાં જોવા મળ્યા હતા. આ બંને તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયામાં સામેલ થયા હતા. બંનેએ ત્યાં સારું પ્રદર્શન કર્યું.

Exit mobile version