TEST SERIES

SAvIND: મોહમ્મદ શમીએ 200 વિકેટ પૂરી કરી, અશ્વિનનો મોટો રેકોર્ડ તોડ્યો

સેન્ચુરિયનના મેદાન પર ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને માત્ર 197 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી.

આ સાથે શમીએ ભારત માટે સૌથી ઝડપી 200 વિકેટ પણ પૂરી કરી હતી. શમીએ પણ આ મામલે અશ્વિનને પાછળ છોડી દીધો હતો. શમીની આ 55મી મેચ છે. તેણે કાગીસો રબાડાની વિકેટ લઈને આ રેકોર્ડ બનાવ્યો હતો.

ભારત માટે સૌથી ઓછા બોલમાં 200 ટેસ્ટ વિકેટ:
9,896 મોહમ્મદ શમી
10,248 રવિચંદ્રન અશ્વિન
11,066 કપિલ દેવ
11,989 રવિન્દ્ર જાડેજા

ભારતીય ઝડપી બોલરો દ્વારા સૌથી ઝડપી 200 વિકેટ:
50 કપિલ દેવ
54 જવાગલ શ્રીનાથ
55 મોહમ્મદ શમી
63 ઝહીર ખાન
63 ઈશાંત શર્મા

Exit mobile version