TEST SERIES

સ્કોટ બોલેન્ડ: ‘ગિલની વિકેટ લેતા મઝા પડી, અમે હવે મજબૂત સ્થિતિમાં છે’

Pic- Yahoo Sports

WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા બાદ બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર પાંચ વિકેટે 151 રન હતો.

ઓસ્ટ્રેલિયાએ ગઈકાલના સ્કોરમાં 142 રન ઉમેરીને બાકીની સાત વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજ ભારતનો સૌથી સફળ બોલર હતો જેણે 108 રનમાં ચાર વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર (83 રનમાં 2 વિકેટ) અને મોહમ્મદ શમી (122 રનમાં 2) એ પણ બે-બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 174 બોલમાં 163 જ્યારે સ્મિથે 268 બોલમાં 121 રન બનાવ્યા હતા. સ્મિથે તેની 31મી ટેસ્ટ સદી ફટકારી હતી.

જવાબમાં ભારતે 71 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ અજિંક્ય રહાણે (29 અણનમ) અને રવિન્દ્ર જાડેજા (48)એ પાંચમી વિકેટ માટે 71 રન જોડી વિકેટો પડતી અટકાવી હતી. જાડેજા જો કે દિવસની રમતની અંતિમ ક્ષણોમાં ઓફ સ્પિનર ​​નાથન લિયોનનો શિકાર બન્યો હતો.

દિવસની રમતના અંતે શ્રીકર ભરત પાંચ રન બનાવીને રહાણેને સાથ આપી રહ્યો હતો. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના સ્કોરથી 318 રન પાછળ છે. ફોલોઓનથી બચવા માટે ટીમને હજુ 119 રનની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના પાંચેય બોલરોને 1-1 સફળતા મળી છે, જેમાં સ્કોટ બોલેન્ડ પણ સામેલ છે. બોલેન્ડે શુભમન ગિલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ બોલેન્ડે કહ્યું કે ઓસ્ટ્રેલિયા હવે મજબૂત સ્થિતિમાં છે. તેણે કહ્યું, “છેલ્લા બે દિવસથી તે ખૂબ જ નર્વસ હતો અને આજે બોલિંગ કરવાની મજા આવી. શુભમન એક શાનદાર બેટ્સમેન છે અને તેની વિકેટ લેવાની મજા આવી. અમે અત્યારે ખૂબ જ સારી સ્થિતિમાં છે.”

Exit mobile version