ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 294 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ સૌથી સફળ બોલર રહ્યો, તેણે મેચમાં 36 રનમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે બોક્સિંગ ડે ટેસ્ટની બીજી ઇનિંગમાં 7 રનમાં છ વિકેટ પણ લીધી હતી. બોલેન્ડે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ 55 રન આપીને 7 વિકેટ લીધી હતી. સિડની ટેસ્ટમાં ચાર વિકેટ લઈને બોલેન્ડે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
32 વર્ષીય ફાસ્ટ બોલરે ડેબ્યૂ કર્યા બાદ ટેસ્ટ ક્રિકેટની છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 31.1 ઓવરમાં 11 વિકેટ ઝડપી છે. બોલેન્ડ 10 કે તેથી વધુ વિકેટ લેનાર બોલરોમાં શ્રેષ્ઠ એવરેજ ધરાવતો બોલર બની ગયો છે. બોલેન્ડે આ મામલામાં 89 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 89 વર્ષથી એટલે કે વર્ષ 1933થી આ રેકોર્ડ ઈંગ્લેન્ડના બોલર સીએસ મેરિયટના નામ સાથે જોડાયેલો હતો. ત્યાર બાદ તેણે 8.72ની બોલિંગ એવરેજથી 11 વિકેટ ઝડપી હતી.
આ રીતે ભારતનો અક્ષર પટેલ પણ શ્રેષ્ઠ બોલિંગ એવરેજ સાથે ટોપ 5 બોલરોમાં સામેલ છે. અક્ષર 11.86ની બોલિંગ એવરેજ સાથે ટોચના પાંચ બોલરોમાં સામેલ છે. ભારતીય લેફ્ટ આર્મ સ્પિનરે આ એવરેજ સાથે પ્રથમ 5 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં 36 વિકેટ લીધી છે અને તે આ યાદીમાં 5માં નંબર પર છે. તેના સિવાય 10.07ની બોલિંગ એવરેજ સાથે ઈંગ્લેન્ડના એફ. માર્ટિન ત્રીજા અને ઈંગ્લેન્ડના જીએ લોહમેન 10.75ની બોલિંગ એવરેજ સાથે ચોથા ક્રમે છે. માર્ટિને 2 ટેસ્ટની 3 ઇનિંગમાં 14 વિકેટ અને લોહમેને 18 ટેસ્ટમાં 112 વિકેટ લીધી હતી.
Scott Boland couldn’t have asked for a better start to his Test career 🔥 #Ashes
Watch his four-wicket haul in Sydney: https://t.co/NKxkmz7Yv7 pic.twitter.com/5PvgZmhkoT
— cricket.com.au (@cricketcomau) January 8, 2022

