TEST SERIES

SENA: કેએલ રાહુલે આ મામલે સેહવાગ, શાસ્ત્રી અને વિનુ માંકડને એક જ ઝાટકે પાછળ છોડી દીધા

દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (SENA)માં ભારત માટે ઓપનર તરીકે સૌથી વધુ ટેસ્ટ સદીનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કર પછી કેએલ રાહુલ હવે બીજા નંબર પર પહોંચી ગયો છે.

દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે કેએલ રાહુલ 122 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો અને આ ઇનિંગ સાથે તેણે રવિ શાસ્ત્રી, વીરેન્દ્ર સેહવાગ અને વિનુ માંકડને એક જ ઝાટકે પાછળ છોડી દીધા હતા. સેનામાં રાહુલની આ ચોથી ટેસ્ટ સદી છે. સેહવાગ, શાસ્ત્રી અને માંકડની સેનામાં ત્રણ-ત્રણ ટેસ્ટ સદી છે.

ગાવસ્કર આ મામલામાં આઠ સદી સાથે ટોચ પર છે. ગૌતમ ગંભીર, મુરલી વિજય, રાહુલ દ્રવિડ અને વિજય મર્ચન્ટે સેનામાં ઓપનર તરીકે બે-બે સદી ફટકારી છે. કેએલ રાહુલે પ્રથમ દિવસે મયંક અગ્રવાલ સાથે ઈનિંગની શરૂઆત કરી અને બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી. મયંક 60 રન બનાવીને આઉટ થયો હતો.

આ પછી ચેતેશ્વર પૂજારા ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. વિરાટ સાથે મળીને રાહુલે ટીમનો સ્કોર 199 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ સારી શરૂઆત બાદ 35 રન બનાવીને આઉટ થયો હતો. દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટે 272 રન બનાવી લીધા છે. રાહુલે અત્યાર સુધી 248 બોલમાં 122 રન બનાવ્યા છે. જ્યારે તેને અજિંક્ય રહાણે સપોર્ટ કરી રહ્યો છે, જે 40 રન બનાવીને ક્રીઝ પર હાજર છે.

Exit mobile version