પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ સોમવાર 17 જુલાઈએ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી. શાહીન આફ્રિદાએ પાકિસ્તાનની એક ખાસ એલિટ ક્લબમાં પ્રવેશ કર્યો છે, જેમાં વસીમ અકરમ, વકાર યુનિસ અને ઈમરાન ખાન જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
વાસ્તવમાં શાહીન આફ્રિદી પાકિસ્તાન માટે 100 કે તેથી વધુ વિકેટ લેનારો 11મો ફાસ્ટ બોલર બની ગયો છે. શાહીન આફ્રિદીએ શ્રીલંકા સામે ગાલે ખાતે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. આ સાથે શાહીને દેશ માટે 100 ટેસ્ટ વિકેટ લેનાર ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
શાહીન આફ્રિદીએ અત્યાર સુધીમાં 102 ટેસ્ટ વિકેટ લીધી છે. પાકિસ્તાન માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ઝડપી બોલરોની યાદીમાં તે 10મા સ્થાને છે. આ યાદીમાં પ્રથમ નંબરે વસીમ અકરમ છે, જેણે 414 વિકેટ લીધી છે, જ્યારે બીજા નંબર પર વકાર યુનિસ છે. તેણે 373 વિકેટ લીધી હતી. ત્રીજા નંબર પર ઈમરાન ખાન છે, જેણે ટેસ્ટમાં 362 વિકેટ લીધી હતી.
પાકિસ્તાન તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ઝડપી બોલર
1. વસીમ અકરમ – 414 વિકેટ
2. વકાર યુનુસ – 373 વિકેટ
3. ઈમરાન ખાન – 362 વિકેટ
4. શોએબ અખ્તર – 178 વિકેટ
5. સરફરાઝ નવાઝ – 177 વિકેટ
6. ઉમર ગુલ – 163 વિકેટ
7. ફઝલ મહમૂદ – 139 વિકેટ
8. મોહમ્મદ આમિર – 119 વિકેટ
9. મોહમ્મદ આસિફ – 106 વિકેટ
10. શાહીન આફ્રિદી – 102 વિકેટ