TEST SERIES

બીજી ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડને આંચકો, આ દિગ્ગજ ઓલરાઉન્ડર સીરીઝની બહાર થયો

ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમ હવે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં. તેની જમણી એડીમાં ઈજાના કારણે તે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.

ગ્રાન્ડહોમને લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી અને તે 10-12 અઠવાડિયા માટે બહાર રહી શકે છે.

માઈકલ બ્રેસવેલ ઈજાગ્રસ્ત હેનરી નિકોલ્સના કવર તરીકે લંડનમાં ટીમ સાથે છે અને તે ટીમમાં રહેશે. ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કહ્યું, “કોલિન માટે શ્રેણીની શરૂઆતમાં ઈજાગ્રસ્ત થવું ખરેખર નિરાશાજનક છે. તે અમારી ટેસ્ટ ટીમનો મહત્વનો હિસ્સો રહ્યો છે અને અમે ચોક્કસપણે તેની ખોટ અનુભવીશું.”

તેણે કહ્યું, “તે સારું છે કે અમારી પાસે માઈકલ જેવો ખેલાડી છે જે રમવા માટે તૈયાર છે.” લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગમાં, ગ્રાન્ડહોમે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા પરંતુ તેની ટીમ પાંચ વિકેટથી મેચ હારી ગઈ હતી. ટ્રેન્ટબ્રિજ ખાતે શુક્રવારે બીજી ટેસ્ટ મેચ શરૂ થશે.

Exit mobile version