TEST SERIES

બાબર આઝમે ફરી ઇતિહાસ રચ્યો, ધોની-વિરાટ કોહલીની ક્લબમાં જોડાયો

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ રેડ બોલ ક્રિકેટમાં પોતાના શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. પાકિસ્તાનની ટીમ હવે બીજી ટેસ્ટમાં પણ બાબર પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે, જ્યાં શ્રીલંકાએ પાકિસ્તાનને જીતવા માટે 508 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો છે.

પાકિસ્તાનની બીજી ઇનિંગમાં બાબરે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.

બાબરે કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રનનો આંકડો પાર કર્યો છે અને તે આવું કરનાર પાકિસ્તાનનો સાતમો કેપ્ટન બન્યો છે. બાબરે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટની ચોથી ઇનિંગમાં 38 બોલમાં 26 રન બનાવ્યા બાદ આ સિદ્ધિ મેળવી હતી. બાબર એક કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ પાકિસ્તાની અને વિશ્વનો પાંચમો કેપ્ટન બન્યો છે.

બાબર સુકાની તરીકે ત્રણેય ફોર્મેટમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ પાકિસ્તાની કેપ્ટન પણ બન્યો હતો. તે કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં 1000 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો પાંચમો કેપ્ટન બન્યો છે. તેમના પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી, દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વર્તમાન ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

Exit mobile version