
બંનેને શ્રેણીમાં પાછળ પડ્યા બાદ લીડ લેવાની તક મળશે….
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા હવે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવા માટેની તૈયારી કરી રહી છે. શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્તના રોજ રમાશે, જેને તમામ દર્શકો અને ખેલાડીઓ નિહાળશે. કોણ સિરીઝ જીતે તે સૌથી મોટો પ્રશ્ન છે. શ્રેણી એક મહિના સુધી ચાલશે તેથી બંને ટીમોને જીતવાની પૂરી તક મળશે.
આ શ્રેણીમાં કોનો હાથ હશે, તે અંગે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલીએ મોટી આગાહી કરી છે. ગાંગુલીએ શ્રેણીના પરિણામને લઈને મોટું નિવેદન આપ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં ગાંગુલીને પૂછવામાં આવ્યું હતું કે ભારત હવે ઈંગ્લેન્ડ સાથે 5 ટેસ્ટની શ્રેણી રમવા જઈ રહ્યું છે, તાજેતરમાં જ તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હારી ગયા છે, તો પૂર્વ કેપ્ટન તરીકેની ટેસ્ટ સિરીઝ માટેની તમારી આગાહી શું હશે? તેના જવાબમાં ગાંગુલીએ કહ્યું, ટેસ્ટ શ્રેણીની આગાહી કરી શકાતી નથી.
તેમણે વધુમાં કહ્યું કે ભારતે સારો ક્રિકેટ રમ્યો છે. ફક્ત એક મેચ ખરાબ હોવાને કારણે તે સારી ટીમ છે કે ખરાબ ટીમ છે તે નક્કી કરવું યોગ્ય નથી. જો ઇંગ્લેન્ડ સાથેની સિરીઝ લાંબી છે, તો શ્રેણીમાં બંને ટીમોની સમાન તકો હશે. બંનેને શ્રેણીમાં પાછળ પડ્યા બાદ લીડ લેવાની તક મળશે.
