
બાંગ્લાદેશ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ રમાઈ હતી, જે બંને દેશોની પહેલી પિંક બોલ ટેસ્ટ મેચ હતી….
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષે ભારતની મુલાકાત લેશે, અને ભારત વિ ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ (ડે નાઇટ) ટેસ્ટ મેચ હશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ડે નાઈટ ટેસ્ટ મેચ ગુજરાતના અમદાવાદમાં યોજાશે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ તેની પુષ્ટિ કરી છે.
પુસ્તકના લોકાર્પણ પ્રસંગે, સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, જ્યારે ઇંગ્લેન્ડ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવશે, ત્યારે પિંક બોલ ટેસ્ટ મેચ બંને દેશો વચ્ચે અમદાવાદમાં રમાશે, જે ભારતની બીજી પિંક બોલ ટેસ્ટ મેચ હશે. આ પહેલા ગત વર્ષે કોલકાતામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ રમાઈ હતી, જે બંને દેશોની પહેલી પિંક બોલ ટેસ્ટ મેચ હતી.
અહેવાલો અનુસાર, ઇંગ્લેન્ડ વિ ભારત વચ્ચેની શ્રેણી માર્ચથી શરૂ થઈ શકે છે, ત્યાં 5 ટેસ્ટ મેચ સાથે મર્યાદિત ઓવરની શ્રેણી હશે. સમાચારો અનુસાર, અમદાવાદની સાથે કોલકાતા અને મુંબઇમાં શ્રેણી મેચ રમી શકાશે.
સૌરવ ગાંગુલીએ અગાઉ પણ કહ્યું હતું કે ભારત વિ ઈંગ્લેન્ડ શ્રેણી ભારતમાં યોજાવી જોઈએ, બીસીસીઆઈનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે.
