TEST SERIES

WTC ફાઇનલ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, એક ભારતીય સામેલ

Pic - mykhel

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025 ફાઇનલ માટે ટીમની જાહેરાત કરી છે. ૧૧ જૂનથી લોર્ડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ માટે મંગળવારે જાહેર કરાયેલી ૧૫ સભ્યોની દક્ષિણ આફ્રિકા ટીમમાં ફાસ્ટ બોલર લુંગી ન્ગીડી પરત ફર્યા છે.

ડ્રગના ઉપયોગ માટે એક મહિનાના સસ્પેન્શન પછી ટીમમાં સામેલ છ ઝડપી બોલરોમાં કાગીસો રબાડાનો પણ સમાવેશ થાય છે. તેમાં માર્કો જેન્સન, વિઆન મુલ્ડર અને કોર્બિન બોશનો ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થાય છે.

ટેમ્બા બાવુમા ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે, જ્યારે ટીમમાં કેશવ મહારાજ અને સેનુરન મુથુસામીના રૂપમાં બે સ્પિનરોનો પણ સમાવેશ થાય છે. સેનુરન મુથુસામી ભારતીય મૂળના છે, તેમણે દક્ષિણ આફ્રિકા માટે ચાર ટેસ્ટ મેચ રમી છે.

ટીમના મુખ્ય કોચ શુકરી કોર્નાડે કહ્યું, અમે છેલ્લા 18 મહિનામાં ટીમને રેડ બોલ ફોર્મેટમાં સ્પર્ધાત્મક બનાવવા માટે સખત મહેનત કરી છે, આ અમારી સિદ્ધિઓમાં પ્રતિબિંબિત થાય છે.

દક્ષિણ આફ્રિકા ટીમ:
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહામ, કોર્બિન બોશ, ટોની ડી જ્યોર્જિયો, માર્કો જાનસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિઆન મુલ્ડર, સેનુરન મુથુસામી, લુંગી ન્ગીડી, ડેન પેટરસન, કાગીસો રબાડા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરિન (વિકેટકીપર).

Exit mobile version