હેડિંગ્લે ખાતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ 2023ની ત્રીજી ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ ભલે બેટથી શાનદાર પ્રદર્શન ન કરી શક્યો હોય, પરંતુ તેણે ફિલ્ડિંગમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં 5 કેચ લઈને આવું કર્યું હતું.
આ સાથે સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં બે વખત આઉટફિલ્ડર તરીકે 5 કેચ ઝડપનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. હા, આ પહેલા 13 ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં 5 કેચ લઈ ચૂક્યા છે, પરંતુ કોઈએ બે વાર આ કારનામું કર્યું નથી. આ સાથે જ સ્મિથ એશિઝ શ્રેણીમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
ઓસ્ટ્રેલિયાના વિક રિચર્ડસન 1936માં ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં આઉટફિલ્ડર તરીકે 5 કેચ પકડનાર પ્રથમ ખેલાડી હતો. આ પછી ઘણા ખેલાડીઓએ આ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું, પરંતુ કોઈ બે વાર કરી શક્યું નહીં.
આઉટ ફિલ્ડર તરીકે એક ઇનિંગમાં 5 કેચ પકડનારા ખેલાડીઓ
વિક રિચાર્ડસન (AUS) v SA 1936
યજુર્વિન્દર સિંઘ (IND) vs ENG 1977
મોહમ્મદ અઝહરુદ્દીન (IND) vs PAK 1989
કૃષ્ણમ્માચારી શ્રીકાંત (IND) વિ AUS 1992
સ્ટીફન ફ્લેમિંગ (NZ) વિ ZIM 1997
ગ્રીમ સ્મિથ (SA) વિ AUS 2012
ડેરેન સેમી (WI) vs IND 2013
ડેરેન બ્રાવો (WI) vs BAN 2014
અજિંક્ય રહાણે (IND) vs SL 2015
જર્માઈન બ્લેકવુડ (WI) વિ SL 2015
સ્ટીવ સ્મિથ (AUS) Vs SA 2018
બેન સ્ટોક્સ (ENG) Vs SA 2020
લાહિરુ થિરિમાને (SL) Vs ENG 2021
સ્ટીવ સ્મિથ (AUS) Vs ENG 2023