ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણી 2023ની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ રમતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પહેલા દિવસે કાંગારૂ ટીમે 5 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા. ડેશિંગ બેટ્સમેન સ્ટીવ સ્મિથે તેની 38મી ટેસ્ટ અડધી સદી પૂરી કરી અને તેની 32મી સદી તરફ આગળ વધ્યો. સ્મિથ 85 રને અણનમ અને વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરી 11 રને સ્ટમ્પ પર હતા. જ્યાં સ્ટીવ સ્મિથે આ ઇનિંગમાં પોતાના 9000 ટેસ્ટ રન પૂરા કર્યા. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ હતી.
સ્ટીવ સ્મિથે આ ઈનિંગમાં પોતાના 84 રન પૂરા કરતાની સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15000 રનના આંકને સ્પર્શ કર્યો હતો. આવું કરનાર તે 9મો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો. તે જ સમયે, તે સમગ્ર વિશ્વમાં આવું કરનાર 41મો ખેલાડી છે. સ્ટીવ સ્મિથે વર્ષ 2010માં T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું.
તેણે પોતાની કારકિર્દીની શરૂઆત સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે કરી હતી. પરંતુ કોણે વિચાર્યું હશે કે આજે તે વિશ્વના ટોપ-4 બેટ્સમેન એટલે કે ફેબ-4માંથી એક બની જશે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી, જો રૂટ, કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથની ગણતરી ફેબ-4માં થાય છે.
ફેબ-4માં કોણે કેટલા આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા?
વિરાટ કોહલી – 25385 રન (498 મેચ, 557 ઇનિંગ્સ)
જો રૂટ – 18268 રન (321 મેચ, 417 ઇનિંગ્સ)
કેન વિલિયમસન – 17142 રન (342 મેચ, 402 ઇનિંગ્સ)
સ્ટીવ સ્મિથ – 15001 રન* (304 મેચ, 351 ઇનિંગ્સ)
🏏 Smith to resume on 85*
🤝 50s for Warner and Head
☝️ Tongue and Root take two apieceAustralia are on top after day one of the second #Ashes Test at Lord’s 👇#ENGvAUS | #WTC25https://t.co/MUv0eEuEb1
— ICC (@ICC) June 28, 2023