TEST SERIES

સ્ટુઅર્ટ બ્રોડે એશિઝમાં રચ્ઓયો ઈતિહાસ, ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ ઓસ્ટ્રેલિયા સામે એશિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

એશિઝ ટેસ્ટ શ્રેણી 2021-22ની પાંચમી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઓપનર ડેવિડ વોર્નર આઉટ થતાની સાથે જ તેણે આ સિદ્ધિ પોતાના નામે કરી લીધી. બ્રોડે ખાતું ખોલાવ્યા વિના ડેવિડ વોર્નરને ઓલી પોપના હાથે કેચ કરાવ્યો હતો. બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ વખત એટલે કે 14 વખત ડેવિડ વોર્નરને આઉટ કર્યો છે.

એશિઝ 2021-22ની પાંચમી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં સ્ટુઅર્ટ બ્રોડે ડેવિડ વોર્નરને આઉટ કરીને એક શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો. હવે તે ઈંગ્લેન્ડ માટે એશિઝમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાને આવી ગયો છે. તેના પહેલા ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બાથમ આ મામલે ટોપ પર હતો. બાથમે ઓસ્ટ્રેલિયા સામે એશિઝમાં તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન કુલ 128 વિકેટ લીધી હતી, પરંતુ હવે 129 વિકેટ સાથે બ્રોડે તેને પાછળ છોડી દીધો છે.

એશિઝમાં ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે બાબા વિલિસ 123 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે. બીજી તરફ જેમ્સ એન્ડરસન હાલમાં 112 વિકેટ સાથે ચોથા નંબર પર છે. વિલ્ફ્રેડ રોડ્સ 109 વિકેટ સાથે પાંચમા નંબર પર છે.

એશિઝમાં ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલર:

129 વિકેટ – સ્ટુઅર્ટ બ્રોડ

128 વિકેટ – ઈયાન બાથમ

123 વિકેટ – બોબ વિલિસ

112 વિકેટ – જેમ્સ એન્ડરસન

109 વિકેટ – વિલ્ફ્રેડ રોડ્સ

Exit mobile version