ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બુધવાર (14 ડિસેમ્બર)થી શરૂ થઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત બહુ સારી રહી ન હતી અને ટીમ 48ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી અને ત્યારબાદ વનડે શ્રેણીમાં શાનદાર ફોર્મમાં રહેલો શ્રેયસ અય્યર ક્રિઝ પર ઉતર્યો હતો, જેણે પૂજારા સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી અને અડધી સદી પણ ફટકારી હતી.
આ જોરદાર ઇનિંગ્સના કારણે અય્યર આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
શ્રેયસ અય્યરને નસીબનો પૂરો સાથ મળ્યો. ઇબાદત હુસૈનનો બોલ સ્ટમ્પ સાથે અથડાયો પરંતુ બેલ નીચે ન પડતાં તે બચી ગયો. બાંગ્લાદેશના વિકેટકીપર અને ફિલ્ડરોએ ત્રણ વખત તેના કેચ છોડ્યા હતા. લાઈફલાઈનનો ફાયદો ઉઠાવતા શ્રેયસ અય્યરે 169 બોલમાં 82 રન બનાવ્યા અને પહેલા દિવસે સ્ટમ્પ સુધી અણનમ રહ્યો. આ સાથે, શ્રેયસ અય્યર પણ 2022 માં તમામ ફોર્મેટમાં 38 ઇનિંગ્સમાં 1489 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
સૂર્યકુમાર યાદવે સૂર્યકુમારને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે, જે આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. સૂર્યકુમારે 43 મેચમાં 1424 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ 39 ઇનિંગ્સમાં 1304 રન બનાવ્યા છે. ચોથા સ્થાન પર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત છે જેણે 41 ઇનિંગ્સમાં 1278 રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા 40 ઇનિંગ્સમાં 995 રન સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.
Shreyas Iyer is having a memorable year. pic.twitter.com/UXG1yQmmDL
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2022