TEST SERIES

2 ખેલાડીના ડેબ્યુ સાથે WI સામે ટીમ ઈન્ડિયાની ટીમ નક્કી

ટીમ ઈન્ડિયાઃ ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ આ મહિનાની 12 તારીખથી શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ રમવાની છે. આ પ્રવાસની શરૂઆત 2 ટેસ્ટ મેચોની શ્રેણીથી થશે. ટીમ ઈન્ડિયા 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.

પસંદગીકારોએ ચોંકાવનારી રીતે ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દીધો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં 2 ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે. જેથી રવીન્દ્ર જાડેજાની શક્યતા નકારી શકાય. આવો જાણીએ કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 12 જુલાઈથી રમાશે. ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. સીરીઝની પ્રથમ ટેસ્ટમાં જ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રમતા જોવા મળી શકે છે. IPL 2023માં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તેના શાનદાર પ્રદર્શનના કારણે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે. IPL 2023 સિવાય યશસ્વી જયસ્વાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ઘણા રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 80ની એવરેજ ધરાવે છે. યશસ્વી ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલની જગ્યાએ કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે.

26 વર્ષીય ઋતુરાજ ગાયકવાડ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ડેબ્યૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે લગ્નના કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ઋતુરાજ ગાયકવાડ ચેતેશ્વર પૂજારાની ગેરહાજરીમાં 3 નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે.

Exit mobile version