ભારતીય ક્રિકેટ ટીમ તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હારી ગઈ છે. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાને 209 રનથી કારમી હાર મળી હતી. આ ટાઈટલ મેચ બાદ જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ બુધવારે નવી શ્રેણીની જાહેરાત કરી છે.
હકીકતમાં, ECBએ 2025-2031 વચ્ચેના 7-વર્ષના ચક્ર માટે તેની પુરૂષ અને મહિલા ટીમનું ઘરેલું કેલેન્ડર જાહેર કર્યું. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ 2025માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, ત્યારબાદ 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે.
ઓસ્ટ્રેલિયા સિવાય ભારત એકમાત્ર એવી ટીમ છે જેની સામે ઈંગ્લેન્ડ દેશ અને વિદેશમાં 5 ટેસ્ટ શ્રેણી રમે છે. ઈંગ્લેન્ડની ટીમ આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. ત્યારબાદ બંને વચ્ચે એન્થોની ડી મેલો ટ્રોફી હેઠળ 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે.