બ્રેડમેને સૌથી ઝડપી 70 ઇનિંગ્સમાં 27 ટેસ્ટ સદી ફટકારી હતી..
ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે શાનદાર સદી ફટકારતા જ ટીમ ઇન્ડિયા સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં મહત્વનો રેકોર્ડ બનાવ્યો છે.
સ્મિથ હવે 27 સદી ફટકારનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. સૌથી ઓછી ટેસ્ટમાં 27 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને સૌથી ઝડપી 70 ઇનિંગ્સમાં 27 ટેસ્ટ સદી ફટકારી હતી જ્યારે સ્મિથે તે માટે 136 ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ સદી ફટકારવાના મામલે સ્મિથે ભારતના સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા છે. સચિન અને કોહલીએ 141 ઇનિંગ્સમાં 27 સદી ફટકારી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 27 સદી ફટકારનાર બેટ્સમેન
ડોન બ્રેડમેન – 70
સ્ટીવ સ્મિથ – 136
વિરાટ કોહલી – 141
સચિન તેંડુલકર – 141
સુનિલ ગાવસ્કર – 154
મેથ્યુ હેડન – 157