TEST SERIES

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે આ 20 ખેલાડીઓને સ્થાન મળ્યું, 18 જૂને મેચ

ટીમમાં કુલ 20 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે…

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે ભાગ લેશે. મેચ સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 18 થી 22 જૂન વચ્ચે રમાવાની છે. આ મેચને લઈને દુનિયાભરના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

આજે ભારતીય ટીમના પસંદગીકારોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમની ઘોષણા કરી છે. ટીમમાં કુલ 20 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ટીમની કેપ્ટનશીપ વિરાટ કોહલીના ખભા પર છે. અજિંક્ય રહાણે ટીમના ઉપ-કેપ્ટન રહેશે. યુવા વિકેટકિપર-બેટ્સમેન રીષભ પંત અને અનુભવી વૃધ્ધિમન સહાને વિકેટકીપર બેટ્સમેન તરીકે તક આપવામાં આવી છે.

ડબ્લ્યુટીસીની ફાઇનલ માટે પસંદ થયેલ આ ભારતીય ટીમ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. ચોક્કસપણે આ ટીમમાં અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવવા માટેની ક્ષમતા છે. બંને ટીમોમાં ઘણા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં આ મેચ એક રોમાંચક મેચ થવાની સંભાવના છે.

Exit mobile version