ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 3-1થી જીતી લીધી છે. શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.
ટીમ ઈન્ડિયા હવે આ મેચમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. પરંતુ આ શ્રેણીના અંત સાથે ટીમના બે ખેલાડીઓની કારકિર્દી પણ ખતમ થઈ શકે છે. આ સીરીઝમાં ડેબ્યુ કરી રહેલા ધ્રુવ જુરેલ ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓની કારકિર્દી ખતમ કરી શકે છે.
સિરીઝની ત્રીજી મેચમાં વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી અને તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ત્રીજી મેચમાં તે માત્ર 46 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેણે બધાને ખૂબ પ્રભાવિત કર્યા. તેને ચોથી મેચમાં પણ તક મળી હતી અને તેણે પોતાને સાબિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે પ્રથમ દાવમાં 90 રન અને બીજા દાવમાં 39 અણનમ રન બનાવ્યા હતા અને ટીમને જીત તરફ દોરી હતી. આ મેચમાં તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
ચોથી મેચમાં ધ્રુવ જુરેલે રમેલી ઈનિંગ્સના બધાએ વખાણ કર્યા હતા. પરંતુ હવે તેમના પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓની કારકિર્દી જોખમમાં છે. જેમાં કેએસ ભરત અને ઈશાન કિશનના નામ સામેલ છે. કેએસ ભરતને ઘણી તકો આપવામાં આવી છે. પરંતુ તેણે પોતાની બેટિંગથી કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તેણે અત્યાર સુધી 12 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી.
