જોકે આ વિડિયોની પુષ્ટિ થઈ નથી…
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ 18 જૂનથી સાઉધમ્પ્ટન ગ્રાઉન્ડ પર રમાવાની છે. ચાહકોના મનમાં સતત પ્રશ્નો ઉભા થાય છે કે આ મહાન મેચમાં ટીમ ઈન્ડિયા કયા બોલરો સાથે જશે. આ દરમિયાન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનો એક ઓડિઓ બહાર આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ ઓડિયોમાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના બોલિંગ એટેક વિશે વાત કરી રહ્યા છે. ઓડિઓમાં કોહલી કહે છે કે, કિવિના ડાબોડી બૅટ્સમેનનો સામે અરાઉંડ દ વિકેટ નાખીશું અને બધા બોલરોને કહીશું, ખાસ કરીને લાલા સિરાજને. જેને શાસ્ત્રી કેપ્ટનના અભિપ્રાય સાથે સંમત હોવાનું લાગે છે અને કહે છે ‘હમ્મ’.
કદાચ વિરાટ અને રવિ ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી મેચ પર નજર રાખી રહ્યા હતા, જેના કારણે તેઓએ આ વાતચીત કરી હતી. આ ઓડિયો વાયરલ થતાં જ ચાહકોએ એમ કહેવાનું શરૂ કરી દીધું છે કે હો ના હો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજની જગ્યા લેવાની ખાતરી છે.
— Andy (@WeBleedBlue007) June 2, 2021

