ખાનને ઈંગ્લેન્ડની ભારતીય ટીમમાં નેટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો…
ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાને હજી ઘણા દિવસો બાકી છે, પરંતુ તે પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવા લાગ્યા છે. કાઉન્ટી સિલેકટ ઇલેવન માટે પ્રેક્ટિસ મેચમાં રમતા યુવા બોલર આવેશ ખાનને ઈજા થઈ છે.
તાજેતરના અપડેટ મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે તેની આંગળીમાં ઈજા થઈ છે. જેના કારણે તે બોલિંગને વચ્ચે રાખીને પેવેલિયન પરત ફર્યો હતો અને હવે તે બાકીની પ્રેક્ટિસ મેચોમાં જોવા મળશે નહીં. આપને જણાવી દઈએ કે આવેશ ખાનને ઈંગ્લેન્ડની ભારતીય ટીમમાં નેટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. ટીમમાં તેની જવાબદારી મુખ્ય બેટ્સમેનને તાલીમ આપવાની હતી.
UPDATE – Fast bowler Avesh Khan remains under observation of the BCCI Medical Team. He will not be taking any further part on Day 2 and Day 3 of the warm-up game. https://t.co/Owc7fQpBL0
— BCCI (@BCCI) July 21, 2021
જણાવી દઈએ કે, 4 ઓગસ્ટથી ઇંગ્લૈંડ સામે 5 મેચોની પ્રથમ ટેસ્ટ ચાલુ થવાની છે, તે માટે આજે ઇંગ્લૈંડની ટીમે બે ટેસ્ટ મેચ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત પણ કરી છે.

