પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું કે, ઇંગ્લેન્ડની ટીમ ડિસેમ્બરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હેઠળ તેમના દેશમાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ઈંગ્લેન્ડની ટીમ 2005 બાદ પહેલીવાર પાકિસ્તાનમાં ટેસ્ટ મેચ રમશે. ટીમ અગાઉ T20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે પાકિસ્તાનમાં સાત મેચની T20 શ્રેણી રમશે.
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 1 થી 5 ડિસેમ્બર સુધી રાવલપિંડીમાં, 9 થી 13 ડિસેમ્બર દરમિયાન મુલતાનમાં જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. કરાચીમાં પાકિસ્તાનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે જ્યાં ટીમ 44માંથી માત્ર બે મેચ હારી છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ ક્લેર કોનરે કહ્યું કે, અમે છેલ્લા કેટલાક મહિનાઓથી PCB સાથે કામ કરી રહ્યા છીએ. આ પ્રવાસ માટે તેણે જે કર્યું છે તેના માટે અમે તેમના આભારી છીએ. આશા છે કે આ પ્રવાસની ટી20 અને ટેસ્ટ શ્રેણી ઘણી રોમાંચક રહેશે.
🚨 England's first Test series in Pakistan in 17 years 🚨
Mark the dates for the matches in Rawalpindi, Multan and Karachi 🏟️🗓️
Read more: https://t.co/fM4QMQ55d1#PAKvENG | #BackTheBoysInGreen pic.twitter.com/rJmh5WcWHe
— Pakistan Cricket (@TheRealPCB) August 22, 2022