TEST SERIES

ગાંધી-મંડેલા સિરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે

pic- icc cricket

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસની જાહેરાત કરી દીધી છે. BCCIએ ક્રિકેટ સાઉથ આફ્રિકા સાથે મળીને ત્રણેય ફોર્મેટની શ્રેણીની જાહેરાત કરી છે.

આ સિરીઝ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે અને જાન્યુઆરી 2024 સુધી રમાશે. બંને દેશો વચ્ચે ત્રણેય ફોર્મેટની શ્રેણી 10 ડિસેમ્બરથી શરૂ થશે. આ પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ લગભગ એક મહિનાનો હશે, જ્યાં ત્રણેય ફોર્મેટની શ્રેણી રમાશે. જેમાં છેલ્લે, બે મેચની ટેસ્ટ શ્રેણી (ગાંધી-મંડેલા સિરીઝ) રમાશે, જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ચક્રનો ભાગ હશે.

ટેસ્ટ શ્રેણીનું કાર્યક્રમ:

પ્રથમ ટેસ્ટ મેચ – સેન્ચુરિયનમાં 26 થી 30 ડિસેમ્બર
બીજી ટેસ્ટ મેચ – કેપટાઉનમાં 3 થી 7 જાન્યુઆરી

Exit mobile version