અફઘાનિસ્તાનને 2017 માં ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યો હતો…
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ કહ્યું કે નવેમ્બર -2021 માં ઓસ્ટ્રેલિયા તેમની એકમાત્ર ટેસ્ટ મેચ માટેનું આયોજન કરશે. ક્રિકબઝના અહેવાલ મુજબ ટેસ્ટ મેચ નવેમ્બર -2020 માં યોજાવાની હતી, પરંતુ કોવિડ -19 ને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ મોકૂફ રાખી હતી અને બાદમાં તેને યોજવાનો નિર્ણય કર્યો હતો.
એસીબીના જણાવ્યા અનુસાર તેણે નવેમ્બરમાં સીએ સાથે ટેસ્ટ રમવા માટે કરાર કર્યા છે, પરંતુ આ મેચ કયા મેદાન પર થશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.
એસીબીના નવા સીઈઓ રહેમતુલ્લાહ કુરેશીએ ક્રિકબઝને કહ્યું કે, “ઓસ્ટ્રેલિયા એક મજબૂત ટેસ્ટ ટીમ છે અને અમે 2021 માં એક ટેસ્ટ મેચમાં તેનો સામનો કરવા તૈયાર છીએ.”
અફઘાનિસ્તાનને 2017 માં ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યો હતો. તે અત્યાર સુધીમાં ચાર મેચ રમી ચૂકી છે. તેણે ભારત સામે પ્રથમ ટેસ્ટ રમી જેમાં તે હાર્યો. તેણે આયર્લેન્ડ અને બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ જીતી છે.

