આવી સ્થિતિમાં સિડનીએ ચોથી મેચની તૈયારી શરૂ કરી દીધી છે…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચનું સ્થળ બદલી શકાય છે. નવા વર્ષ પર બંને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં રમાવાની છે. કોરોના વાયરસના સતત વધતા જતા કેસોને કારણે ક્વિન્સલેન્ડ સરકાર મેચ બાદ સિડનીમાં ખેલાડીઓને રોકી શકે છે, આ સ્થિતિમાં સિડની ચોથી ટેસ્ટ મેચ યોજવા માટે પણ તૈયાર છે.
શ્રેણીની ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાની છે, ત્યારબાદ ભારતીય ટીમ દ્વારા બ્રિસ્બેનમાં શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ રમવાની છે. ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી રમાવાની છે અને કોરોનાના સતત વધતા જતા મામલાને કારણે ગત મહિને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યું હતું.
હવે, જો ક્વીન્સલેન્ડ સરકાર ત્રીજી ટેસ્ટ મેચની સમાપ્તિ પછી ખેલાડીઓને ન્યૂ સાઉથ વેલ્સથી પાછા ફરવા દેશે નહીં, તો ચોથી મેચ કટોકટીનો સામનો કરી શકે છે. ઉત્તર વિસ્તારમાં કોરાનાના વધતા જતા કેસોને કારણે સરહદ સીલ કરી શકાય છે. આવી સ્થિતિમાં, ટીમના તમામ ખેલાડીઓ અને મેચનું પ્રસારણ કરનારી ટીમના સભ્યો બ્રિસ્બેન પ્રવાસ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં સિડનીએ ચોથી મેચની તૈયારી શરૂ કરી દીધી છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ટ્રસ્ટના અધ્યક્ષ ટોની શેફર્ડે એક અખબારને જણાવ્યું હતું કે, “જો જરૂર ઊભી થાય તો આપણે બંને ટેસ્ટ મેચ કરી શકીએ છીએ, તેમાં કોઈ મુશ્કેલી નથી.”

