પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ભારતીય કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરતા કહ્યું કે તે આગામી એમએસ ધોની છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે.
મુખ્ય ખેલાડીઓ ન હોવા છતાં રોહિતે યુવા ખેલાડીઓએ સાથે મળીને આ કારનામું કરી બતાવ્યું. આ સમયગાળા દરમિયાન યુવા ખેલાડીઓએ રોહિતના નેતૃત્વમાં સારું પ્રદર્શન કર્યું હતું. હવે રોહિતની પ્રશંસા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ કરી છે.
રૈનાએ કહ્યું, “તે આગામી એમએસ ધોની છે. તેણે સારું પ્રદર્શન કર્યું છે. તે ધોનીની જેમ જ યુવાનોને ઘણી તકો આપી રહ્યો છે. મેં ધોનીના નેતૃત્વમાં ઘણું ક્રિકેટ રમ્યું છે. સૌરવ ગાંગુલીએ તેની ટીમને સમર્થન આપ્યું હતું. પછી ધોની આવ્યો અને આગળ વધ્યો અને નેતૃત્વ કર્યું. રોહિત સાચી દિશામાં જઈ રહ્યો છે.”
ટીમ કોમ્બિનેશન અંગે રૈનાએ કહ્યું, “તે જે રીતે ખેલાડીઓને ફેરવી રહ્યો છે તે કંઈક એવું છે જે મેં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્યારેય જોયું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં જ્યારે પણ ઝડપી બોલરો આવ્યા છે, ત્યારે અમે ઈજાઓ જોઈ છે. પરંતુ રોહિત તેને સંભાળી રહ્યો છે. તે ખરેખર સારું છે. પહેલા અમારી પાસે એક ફાસ્ટ બોલર અને 3-4 સ્પિનરો હતા. હવે તે બે ફાસ્ટ બોલર લાવી રહ્યો છે. તે સિરાજ અને બુમરાહને લાવ્યો. તેણે બુમરાહને પાછો મોકલ્યો. અને તેના કામના ભારને સારી રીતે સંચાલિત કર્યો અને પછી આકાશ દીપને તક આપી.