ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં એક ખાસ રેકોર્ડ બન્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બીજી વખત એવું બન્યું છે જ્યારે ટેસ્ટ મેચોની શ્રેણીમાં 4 ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી હોય.
વિરાટ કોહલી બીજી ટેસ્ટમાં કેપ્ટન તરીકે પરત ફર્યો હતો. કેન વિલિયમસન ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર છે. બીજી ટેસ્ટમાં તેના સ્થાને ટોમ લાથમ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
કોહલીના આરામના કારણે પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી હતી. કાનપુરમાં રમાયેલી આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 132 વર્ષ પહેલા 1989માં 4 ખેલાડીઓએ બે ટેસ્ટની શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી. આ શ્રેણી ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાઈ હતી.
પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ઓવેન ડનેલ અને ઈંગ્લેન્ડના કેપ્ટન ઓબ્રે સ્મિથ હતા. શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની કપ્તાની મોન્ટી બાઉડેન અને દક્ષિણ આફ્રિકાની કપ્તાની વિલિયમ મિલ્ટન સંભાળી રહ્યા હતા.

