
વોટલિંગે 73 ટેસ્ટ, 28 વનડે અને 5 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે…
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ આવતા મહિને ઈંગ્લેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. પરંતુ આ પહેલા ન્યુઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન બી. જે. વોટલિંગે મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બાદ તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.
વોટલિંગે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને કહ્યું કે, આ સાચો સમય છે. ન્યુઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવું અને ખાસ કરીને ટેસ્ટ બેગી પહેરવાનું એ ખૂબ જ સન્માનની વાત હતી. ટેસ્ટ ક્રિકેટ ખરેખર રમતનું શિખર છે અને મને છોકરાઓ સાથે સફેદ ડ્રેસમાં બહાર નીકળવાની દર મિનિટે ખૂબ ગમે છે. પાંચ દિવસ પછી ટીમ સાથે ચેન્જિંગ રૂમમાં બિઅર સાથે બેસવું સૌથી યાદ આવે છે.
વોટલિંગે 73 ટેસ્ટ, 28 વનડે અને 5 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 35 વર્ષિય આ ટેસ્ટમાં 3773 રન બનાવ્યો છે જેમાં 8 સદીનો સમાવેશ છે. વોટલિંગે બેવડી સદી પણ ફટકારી છે અને તે 9મો વિકેટકીપર છે. તેણે ઈંગ્લેન્ડ સામે બે ઓવલમાં 2019 માં બેવડી સદી ફટકારી હતી.
