TEST SERIES

આ ખેલાડી ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવો જોઈએ, રાહુલ અત્યારે તેના લાયક નથી: પોન્ટિંગ

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની 1-2 ટેસ્ટ શ્રેણીમાં હારના એક દિવસ બાદ 33 વર્ષીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

વિરાટ કોહલી બાદ આ જવાબદારી કોને સોંપવી તે એક મોટો પ્રશ્ન છે, પરંતુ રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ દેખાઈ રહ્યો છે.

રોહિત શર્મા ભારતીય ODI અને T20 ટીમનો સુકાની છે અને આ દિવસોમાં ટેસ્ટ ફોર્મેટમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે. જોકે, રોહિત શર્મા પર ઈજાનું જોખમ રહેલું છે અને તે આગામી એપ્રિલમાં 35 વર્ષનો થઈ જશે. જો કે, ઘણાને લાગે છે કે પસંદગીકારોએ આ નિર્ણાયક ભૂમિકા માટે અન્ય કોઈની શોધ કરવી જોઈએ. જો કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ એવું માનતા નથી. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ રોહિતનું સમર્થન કરતા કહ્યું કે, એક નેતા તરીકે તેનો રેકોર્ડ ઘણો સારો છે.

આઈસીસીની વેબસાઈટ પર રિકી પોન્ટિંગે કહ્યું કે જ્યારે રોહિત શર્માએ આ ટીમની કપ્તાની સંભાળી ત્યારે હું મુંબઈ ઈન્ડિયન્સમાં હતો. મને મુંબઈએ ટીમની કેપ્ટનશીપ માટે ખરીદ્યો હતો, પરંતુ શરૂઆતની કેટલીક મેચો પછી હું સારું રમી રહ્યો ન હતો તેથી મારે ટીમમાં અન્ય આંતરરાષ્ટ્રીય ખેલાડી માટે જગ્યા બનાવવી પડી હતી. ટીમના માલિકો અને મેનેજમેન્ટ જાણવા માગે છે કે મારા મતે મુંબઈની કેપ્ટનશિપ માટે કોણ શ્રેષ્ઠ છે. આ માટે મને કેટલાક નામો પણ સૂચવવામાં આવ્યા હતા, પરંતુ મારી દૃષ્ટિએ રોહિત શર્મા એકમાત્ર એવો ખેલાડી હતો જે ટીમની કેપ્ટનશીપ કરી શકે છે અને તે મારા માટે ખૂબ જ સ્પષ્ટ હતું.

રિકીએ કહ્યું કે મારો નિર્ણય સાચો હતો અને તેનું પરિણામ બધાની સામે છે. રોહિત શર્મા IPLનો સૌથી સફળ કેપ્ટન છે અને તેણે સૌથી વધુ પાંચ ટાઇટલ જીત્યા છે. તે આઈપીએલમાં ખૂબ જ સફળ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવું થવાની સંભાવના છે. રોહિતે છેલ્લા બે-ત્રણ વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં જે કર્યું છે તે પછી લાગે છે કે તે અહીં એક કેપ્ટન તરીકે ઘણો સફળ રહેશે. બીજી તરફ કેએલ રાહુલ વિશે પોન્ટિંગે કહ્યું કે મેં તેના વિશે સાંભળ્યું છે કે તે એક મહાન બેટ્સમેન છે, પરંતુ હવે તે નવો છે.

Exit mobile version