TEST SERIES

ડબલ્યુટીસીના ફાઇનલ પહેલા ન્યુઝીલેન્ડને ઝટકો, કેપ્ટન વિલિયમસન ઈજાગ્રસ્ત થયો

ઝડપી બોલર ટ્રેન્ટ બૌલ્ટ શ્રેણીની અંતિમ મેચ માટે ઉપલબ્ધ રહેશે….

 

ન્યુઝીલેન્ડ 18 જૂનથી ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ફાઈનલ માટે તેમના બોલરોને તાજી રાખવા ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં તેમના મુખ્ય બોલરોને આરામ કરશે. ન્યુ ઝિલેન્ડ પહેલાથી જ તેના કેપ્ટન કેન વિલિયમસનની ઈજાને લઇને ચિંતિત છે જ્યારે સ્પિનર ​​મિશેલ સેન્ટનર પણ આંગળીની ઈજાથી ગુરુવારથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ ગુમાવશે. વિલિયમસન કોણીની ઈજાથી પરેશાન છે.

ઝડપી બોલર ટ્રેન્ટ બૌલ્ટ શ્રેણીની અંતિમ મેચ માટે ઉપલબ્ધ રહેશે અને ન્યુઝીલેન્ડ અન્ય મુખ્ય બોલરો ટિમ સાઉથી, નીલ વેગનર અને કાયલ જેમિસનને આરામ આપી શકે છે. આમાંના બે બોલરોને પણ આરામ આપી શકાય છે. ન્યુઝિલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે બીજી મેચ પહેલા કહ્યું કે, બોલરો બધા સારી હાલતમાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ આગલી મેચમાં રમશે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને જેકબ ટફીને તક મળી શકે છે.

સ્ટેડે કહ્યું કે, “ડબ્લ્યુટીસીની ફાઇનલને ધ્યાનમાં રાખીને, અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે અમારા અગ્રણી બોલરો તાજા છે અને ભારત સામેના પ્રથમ બોલથી તેમનો કરિશ્મા બતાવવા તૈયાર છે.”

Exit mobile version