સાઉધમ્પ્ટનમાં, ટીમ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇનની હોટલમાં રોકાશે…..
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. યુકે સરકારે બીસીસીઆઈને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટરો સાથે તેમની પત્નીઓને લાવવાની છૂટ આપી છે. હવે ભારતીય ક્રિકેટરો પોતાની પત્નીઓ અને ગર્લફ્રેન્ડને સાથે લઇને આખા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે લઈ શકશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી સહિતના તમામ ક્રિકેટરો તેમના પરિવાર સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જઈ શકે છે.
ભારતીય ક્રિકેટરોની સાથે તેમની પત્નીઓ પણ સાથે આવવાની છે. આપને જણાવી દઈએ કે ભારતે ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી પોતાના ઘરે જ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. તે પહેલા 18 થી 22 જૂન સુધી ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ રમવાની છે. ટીમ ઇન્ડિયા લગભગ ચાર મહિના પ્રવાસ પર રહેશે.
UK Tour: Indian players pleased as punch as BCCI gets travel clearance for families
Read @ANI Story | https://t.co/KB9IdjdkJd pic.twitter.com/6Y5BsV4rxb
— ANI Digital (@ani_digital) June 1, 2021
ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો 3 જૂને લંડન પહોંચશે. ત્યાંથી ટીમ સાઉધમ્પ્ટન જશે અને ક્વોરેન્ટાઇન પર રોકાશે. ભારતીય પુરૂષો અને મહિલાઓની ટીમ 2 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. સાઉધમ્પ્ટનમાં, ટીમ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇનની હોટલમાં રોકાશે.

