ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસે શનિવારે (2 જુલાઈ) રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જાડેજાએ 79મી ઓવરમાં મેટી પોટ્સ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.
તેણે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા. ભારત તરફથી આ ઇનિંગમાં રિષભ પંતે પણ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા માટે 15 વર્ષ બાદ બે ડાબા હાથના બેટ્સમેનોએ એક ઈનિંગમાં સદી ફટકારી છે.
જાડેજા 104 રન બનાવીને જેમ્સ એન્ડરસને આઉટ થયો હતો. તેની પહેલા ઋષભ પંતે 146 રન બનાવ્યા હતા. પંતે જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી હતી. ભારતના ટેસ્ટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત ડાબા હાથના બે બેટ્સમેનોએ એક ઈનિંગમાં સદી ફટકારી છે. આવું પહેલીવાર 1999માં બન્યું હતું. અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે સૌરવ ગાંગુલીએ 125 અને સદગોપન રમેશે 110 રન બનાવ્યા હતા. આઠ વર્ષ બાદ 2007માં સૌરવ ગાંગુલીએ બેંગ્લોરમાં પાકિસ્તાન સામે 239 અને યુવરાજ સિંહે 169 રન બનાવ્યા હતા.
સાતમા નંબરે અથવા તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતા જાડેજા એક કેલેન્ડર વર્ષમાં બે સદી ફટકારનાર ભારતનો ચોથો બેટ્સમેન બન્યો. કપિલ દેવે 1986માં પહેલીવાર આવું કર્યું હતું. તેણે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે 119 અને કાનપુરમાં શ્રીલંકા સામે 163 રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ 2009માં આવું કર્યું હતું. ત્યારબાદ તેણે અમદાવાદમાં શ્રીલંકા સામે 110 અને મુંબઈમાં શ્રીલંકા સામે અણનમ 100 રન બનાવ્યા હતા.
આ પાંચમી વખત છે જ્યારે પાંચમા અને સાતમા ક્રમ પર બેટિંગ કરતા ખેલાડીએ ભારત માટે સદી ફટકારી હોય. છેલ્લે જાન્યુઆરી 1997માં આવું બન્યું હતું. ત્યારબાદ સચિન તેંડુલકરે 169 અને મોહમ્મદ અઝહરુદ્દીને 115 રન બનાવ્યા હતા.