TEST SERIES

ઉસ્માન ખ્વાજા સદી ફટકારતા ભાવુક થયો, કહ્યું- ‘આગાઉ હું ડ્રિંક આપતો’

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારત સામેની ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 90 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રન બનાવી લીધા છે. મુલાકાતી ટીમ માટે ઓપનર ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. ઉસ્માન ખ્વાજાએ 104 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ભારતની ધરતી પર પ્રથમ સદી ફટકાર્યા બાદ તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. આ પ્રવાસ પહેલા ખ્વાજા બે વખત ભારતની મુલાકાતે આવ્યા છે. આ વાતને યાદ કરતાં તેણે કહ્યું કે, આ પહેલા પણ તે બે વખત ભારતની મુલાકાતે આવ્યો હતો, પરંતુ દરેક વખતે ડ્રિંક્સ લઈને જતો હતો. મારી પ્રથમ સદી ફટકાર્યા બાદ ખૂબ જ લાગણીશીલ છું.

તેણે કહ્યું કે અમદાવાદની વિકેટ ઘણી સારી છે. હું મેચ દરમિયાન મારી વિકેટ વહેલી તકે આપવા માંગતો નથી. હું માત્ર રન બનાવવા પર ધ્યાન આપી રહ્યો હતો. તે માનસિક યુદ્ધથી ઓછું ન હતું.

નોંધપાત્ર વાત એ છે કે, તેની ધીરજ, સ્વભાવ અને સ્પિન રમવાની ક્ષમતાને કારણે ખ્વાજાએ જબરદસ્ત ઇનિંગ રમી છે. ખ્વાજાએ પહેલા ઓપનર ટ્રેવિસ હેડ (32) સાથે 61 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ તેણે કેપ્ટન સ્ટીવ સ્મિથ સાથે 79 રનની ભાગીદારી કરી હતી. આ પછી તેણે કેમેરોન ગ્રીન સાથે પાંચમી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી.

Exit mobile version