TEST SERIES

VIDEO: Live મેચમાં Ausનો બેટ્સમેન ઊંઘતા ઝડપાયો

આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નો ત્રીજો દિવસ છે ત્યારે ભારતની ટીમ 296 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ચૂકી છે. અને ભારત તરફથી સૌથી વધુ સર્વાધિક સ્કોર બનાવનાર બેટ્સમેન રહાણે એ 89 રન તેમજ શાર્દૂલ ઠાકુરે 51 રન બનાવીને ભારતની આબરૂ બચાવી લીધી છે.

ત્યારે બીજી તરફ જ્યારે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો બીજી ઇનિંગ માટે ગ્રાઉન્ડમાં આવ્યા અને થોડી ક્ષણોને અંદર જ મોહમ્મદ સિરાજ એ આગ ઝરતી બોલિંગ કરીને ડેવિડ વોર્નરને પોતાનો પ્રથમ શિકાર બનાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી ત્યારે ઓસ્ટ્રેલિયાના અન્ય બેસ્ટમેન ઘોડા વેચીને સુઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને ડેવિડ વોર્નરની વિકેટ પડ્યા બાદ ગાઢ નિંદ્રામાંથી ઉઠીને અચાનક ચોકી ગયા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version