ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. કોહલીએ 143 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં તેણે આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તમને જણાવી દઈએ કે કોહલીના પ્રોફેશનલ ક્રિકેટ કરિયરની આ 100મી સદી છે.
બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો
મહાન ડોન બ્રેડમેનને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં કોહલી સંયુક્ત 15માં સ્થાને આવી ગયો છે. કોહલીએ આ ફોર્મેટમાં 30 સદી ફટકારી છે જ્યારે બ્રેડમેનના નામે 29 સદી છે.
ઓસ્ટ્રેલિયામાં વિદેશી ક્રિકેટર તરીકે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે કોહલી સચિન તેંડુલકર (6 સદી)ને પાછળ છોડીને સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં સાત સદી ફટકારનાર ઈંગ્લેન્ડના વોલી હેમન્ડની બરાબરી કરી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની 10મી સદી છે અને તે આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ વિદેશી ક્રિકેટર બની ગયો છે.
Most Test Centuries in Australia (Indians)
7 – 𝗩𝗶𝗿𝗮𝘁 𝗞𝗼𝗵𝗹𝗶*
6 – Sachin Tendulkar
5 – Sunil Gavaskar
4 – VVS Laxman
3 – Cheteshwar Pujara#INDvAUS— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) November 24, 2024
એક ભારતીય બેટ્સમેન તરીકે, કોહલી દેશમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. સુનીલ ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે તેમની ધરતી પર સાત ટેસ્ટ સદી ફટકારી હતી.
Most hundreds in professional cricket (Indians):
142 – Sachin Tendulkar (1124 innings)
100* – Virat Kohli (949)#INDvsAUS— Lalith Kalidas (@lal__kal) November 24, 2024
