
ડબ્લ્યુટીસી ફાઇનલ માટે મારા પર કોઈ દબાણ નથી..
વિરાટ કોહલી અને કંપની ડબ્લ્યુટીસીની ફાઈનલ મેચ માટે ઇંગ્લેન્ડ જવા રવાના થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવા જતાં પહેલાં બીસીસીઆઇએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી બંને આવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલીએ ઘણી રસપ્રદ વાતો કરી હતી.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેક્ટિસ કરવા માટે પૂરતો સમય ન મળવા અંગે કહ્યું હતું કે ‘અમને પછીથી ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ પ્રેક્ટિસ કરવાની તક મળશે, પરંતુ ફાઈનલમાં તેની કોઈ અસર નહીં થાય. અમે ઇંગ્લેંડની પરિસ્થિતિઓથી વાકેફ છીએ.
વિરાટ કોહલીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, ‘ડબ્લ્યુટીસી ફાઇનલ માટે મારા પર કોઈ દબાણ નથી, હું ફક્ત ભારતીય ક્રિકેટને આગળ વધારવા માંગુ છું, પહેલા મારા પર કોઈ દબાણ નહોતું અને હવે નહીં. ડબ્લ્યુટીસી ફાઇનલ્સ ટીમ માટે પડકારજનક હશે, પરંતુ વર્ષોથી આપણે જે કર્યું છે તેનો આનંદ માણવાનો સમય આવી ગયો છે.
ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ કેપ્ટન કોહલીના દૃષ્ટિકોણને સ્વીકાર્યો છે અને કહ્યું છે કે ‘તમને ખબર નથી, હાલના સમય અને ટ્રાફિક પર લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે આવું થઈ રહ્યું છે. તમે ભવિષ્ય વિશે જાણતા નથી.
