TEST SERIES

પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચમાં જોવા મળ્યો કોહલીનો ક્રેજ, પોસ્ટરે ધૂમ મચાવી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની પાકિસ્તાનમાં ફેન ફોલોઈંગ ઓછી નથી અને તેની એક ઝલક મુલ્તાન ટેસ્ટ મેચના પરિણામના દિવસે જોવા મળી.

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી, પરંતુ આ દરમિયાન બંને ફેન્સ વિરાટ માટે ખાસ સંદેશ લઈને ઉભા જોવા મળ્યા હતા. બંનેના હાથમાં એક-એક પોસ્ટર હતું અને તેના પર જે કંઈ લખેલું હતું તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. આ બંને પોસ્ટરની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

પહેલા પોસ્ટર પર લખ્યું છે, ‘હાય રાજા! કોહલી કૃપા કરીને અહીં એશિયા કપ રમવા આવો. બીજા પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, ‘અમે તમને અમારા રાજા બાબર કરતા પણ વધુ પ્રેમ કરીશું.’ આ બંને પોસ્ટરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

મેચના અંતિમ દિવસે પાકિસ્તાનને 26 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં પાકિસ્તાનને 2023 એશિયા કપની યજમાની મળી ગઈ છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા જશે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આવતા વર્ષે ભારતમાં યોજાનારા ICC વર્લ્ડ કપમાંથી પણ ખસી જવાની ધમકી આપી છે.

Exit mobile version