
લુઇસને તાજેતરમાં જ ગ્રાઉન્ડની અંદર મંજૂરી આપવામાં આવી ન હતી…
ખરેખર બીજી ટેસ્ટ દરમિયાન, જ્યારે ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકાને શ્રેણીમાં પછાડી દીધી હતી, ત્યારે કેપ્ટન જો રૂટે ફેનને શુભેચ્છા પાઠવી હતી. ઇંગ્લેન્ડની ટીમનો સૌથી મોટો ફેન રોબ લુઇસ છેલ્લા ઘણા મહિનાઓથી શ્રીલંકામાં રહ્યો છે અને જેથી તે શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ જોઈ શકે.
ગાલે સ્ટેડિયમ ખાતે બાયો બબલના નિયમને લીધે લુઇસને તાજેતરમાં જ ગ્રાઉન્ડની અંદર મંજૂરી આપવામાં આવી ન હતી. પરંતુ ખૂબ જ સખત કોશિશ કર્યા પછી, તેને મેદાનના બીજા છેડે આવવાની મંજૂરી આપવામાં આવી. પરંતુ તે ફક્ત મેચ જ જોઈ શકતો હતો અને તેને કંઇપણ કરવાની છૂટ નહોતી.
Take a bow @elitebandwagon
Absolutely fantastic#ENGvSL pic.twitter.com/ZkasPtUeB4
— Tom Vickery (@TVickers1) January 25, 2021
પરંતુ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે લુઇસની મહેનત વ્યર્થ થવા દીધી નહીં. જો રુટ ટીમ સાથે બહાર આવ્યા અને તેમના ચાહકને આ રીતે તેને ટેકો આપવા બદલ આભાર માન્યો. ધ્યાન રાખો કે પહેલી ટેસ્ટ મેચ પછી પણ, જો રૂટે લુઇસને નીચે ન મૂક્યો અને તેને બોલાવ્યો અને તેની સાથે વાત કરી.

