TEST SERIES

જુવો વિડિયો: મોહમ્મદ સિરાજના જાળમાં ફસાયો સુંદર, બીજા બોલ આઉટ કર્યો

રાહુલના 101 અને રવિન્દ્ર જાડેજાના 75 રનના આભારી 311 રન બનાવ્યા હતા…

 

રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે ટીમ ઈન્ડિયા અને કાઉન્ટી ઇલેવન વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઇ રહી છે. આ પ્રેક્ટિસ મેચમાં આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર ભારત સામે રમે છે. વોશિંગ્ટન સુંદર જ્યારે કાઉન્ટી ઇલેવનના નંબર 4 પર બેટિંગ કરવા આવ્યો ત્યારે એક રમુજી ઘટના બની.

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રમૂજી રીતે વોશિંગ્ટન સુંદરને સ્લેજ કરતો જોવા મળ્યો હતો. વિડિયોમાં જોઈ શકાશે કે સિરાજે પ્રથમ બોલ પર સુંદરને સ્લેજ કર્યો અને એના બીજા બોલ પર સિરાજે સુંદરને આઉટ કર્યો. વોશિંગ્ટન સુંદર 7 બોલમાં 1 રન બનાવી શક્યો. હવે આ વીડિયોને સોશ્યલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ આવેલી ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં કેએલ રાહુલના 101 અને રવિન્દ્ર જાડેજાના 75 રનના આભારી 311 રન બનાવ્યા હતા.

Exit mobile version