TEST SERIES

જુવો વિડિયો: રવિન્દ્ર જાડેજાનો આ બુલેટ જેવો થ્રો ફેંકીને સ્મિથની ઇનિંગ્સનો અંત કર્યો

બોલિંગની વાત કરીએ તો જાડેજાએ 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી..

સિડની ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેની બોલિંગ અને ફિલ્ડિંગ સાથે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇન અપને બગાડી નાખી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર-ટેસ્ટ બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ત્રીજી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે 166 રન બનાવ્યા હતા અને બીજા દિવસે આખી ઇનિંગ્સ 338 રનમાં સમેટાઇ ગઇ હતી. પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજાએ વધુ બોલિંગ કરી ન હતી, પરંતુ જ્યારે બીજા દિવસે કપ્તાન અજિંક્ય રહાણેએ તેને બોલ આપ્યો ત્યારે તે નિરાશ ન થયો.

જાડેજાએ બોલર તરીકે ચાર અને ફિલ્ડર તરીકે એક વિકેટ ઝડપી હતી. તેણે બુલેટ જેવો થ્રો ફેંકીને ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને જે રીતે રનઆઉટ કર્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બોલિંગની વાત કરીએ તો જાડેજાએ 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જડ્ડુએ માર્નસ લેબુસ્ચેન, મેથ્યુ વેડ, પેટ કમિન્સ અને નેથન લ્યોનને પેવેલિયન તરફ દોરી ગયો.

Exit mobile version