TEST SERIES

જુઓ વીડિયો: જ્યારે કોહલીએ અક્ષરને કહ્યું, ‘બાપુ તારી બોલિંગ કમાલની હતી’

અક્ષરના આ પ્રદર્શનથી ખુશ ભારતીય કેપ્ટન કોહલી તેની સાથે મેદાનમાં આનંદ લેતો દેખાયો…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પિંક બોલ ટેસ્ટની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઇંગ્લેન્ડની તરફેણમાં ટોસ સિવાય બીજું કંઈ જ નહોતું. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો ઇંગ્લિશ કેપ્ટનનો નિર્ણય ભારતીય સ્પિનરોને સંપૂર્ણ ખોટો સાબિત કર્યો હતો.

રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની જોડીએ મળીને સમગ્ર મેચમાં કુલ 17 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મેચની પહેલી ઇનિંગમાં 6 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ લેનાર યુવા સ્પિન ઓલરાઉન્ડરની, તમામ ક્રિકેટના દિગ્ગજોએ પ્રશંસા કરી હતી. તે જ સમયે, અક્ષર પટેલના આ પ્રદર્શનથી ખુશ ભારતીય કેપ્ટન કોહલી તેની સાથે મેદાનમાં આનંદ લેતો દેખાયો.

ગુજરાતના 27 વર્ષીય યુવા બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી મેચમાં તેણે 8 વિકેટ ઝડપી અને વિશ્વના તમામ ક્રિકેટ નિષ્ણાતોને પોતાનું બનાવ્યું. આ પછી, પિંક બોલ ટેસ્ટમાં અક્ષરની સમાન શાનદાર બોલિંગ ચાલુ રાખ્યું અને તેણે સમગ્ર મેચ દરમિયાન કુલ 11 વિકેટ ઝડપી.

આ સિવાય પિંક બોલ ટેસ્ટ દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યા મેચ બાદ પિંક બોલ ટેસ્ટના હીરો અક્ષર પટેલનો ઇન્ટરવ્યુ લેતો હતો ત્યારે હાસ્યનું વાતાવરણ સર્જાયું હતું. આ ટૂંકી વિડીયો દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો એક ખાસ દેખાવ આપ્યો હતો અને ગુજરાતી ભાષામાં ‘બાપુ તારી બોલિંગ કમાલની હતી’.

Exit mobile version