TEST SERIES

ભારતીય જર્સી પહેરીને, એક દર્શક લોર્ડ્સના મેદાન પર ભારત માટે ફિલ્ડિંગ કરવા ચાલી આવ્યો- વિડિયો

બીજી ટેસ્ટ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસે, બીજા સત્રમાં આવો એક વિડિયો જોવા મળ્યો, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તે જ સમયે, ઝડપી બોલર મોહમ્મદ સિરાજ જોર જોર થી હસતો રહી ગયા હતા. ખરેખર, એક વ્યક્તિ ભારતીય જર્સી પહેરીને મેદાનની અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે તે ટીમ ઇન્ડિયા માટે રમે છે. આ માણસનું નામ જર્વુ છે અને તેની જર્સી પર 69 નંબર લખેલું હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે સુરક્ષા અધિકારીઓ દ્વારા પકડાયા બાદ જર્વુએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે ભારતીય ખેલાડી છે. આ પછી અધિકારીઓએ જર્વુને મેદાનની બહાર કરી દેવમાં આવ્યો. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ લેનાર સિરાજ આ કૃત્ય જોઇને હસવાનું રોકી શક્યો ન હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ જ રમૂજી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

Exit mobile version