TEST SERIES

વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે કરી ટીમની ઘોષણા, ગેબ્રિયલને તક આપી

આ શ્રેણી કોરોના વાયરસને કારણે ચાર મહિના પછી અટકેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીને ચિહ્નિત કરશે…

ફાસ્ટ બોલર શેનોન ગેબ્રિયલને 8 જુલાઈથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે 15 સભ્યોની વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. ગેબ્રીએલ હીલની ઈજાથી પરત ફરી રહ્યો છે. જણાવી દઈએ કે, ગેબ્રિયલ વેસ્ટ ઈન્ડિઝ ટીમનો મુખ્ય હથિયાર છે.

ઇંગ્લેન્ડ પહોંચ્યા ત્યારે ગેબ્રિયેલ વેસ્ટ ઇન્ડીઝના ત્રણ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતો, પરંતુ તેણે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેની બે આંતર-ટીમમાં વોર્મ-અપ મેચોમાં મજબૂત પ્રદર્શન દ્વારા પોતાની ફિટનેસ સાબિત કરીને ટીમમાં વાપસી કરવાની સાબિત કરી હતી. અને એવું માનવામાં આવે છે કે, શેનોન ગેબ્રિયેલનું આગમન વિન્ડિઝના બોલિંગ હુમલોને મજબૂત બનાવશે.

હવે તે ઝડપી બોલિંગ આક્રમણનો ભાગ છે, જેમાં કેપ્ટન જેસન હોલ્ડર, કેમર રોચ, ચેમર હોલ્ડર, અલ્જરી જોસેફ અને રેમન રેફર જેવા ઝડપી બોલરો શામેલ છે.

ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના પસંદગીકાર રોજર હાર્પરે કહ્યું, ‘મને આનંદ છે કે અમે શેનનને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં સફળ થયાં. તેણે બતાવ્યું છે કે તે ફિટ અને તૈયાર છે, તે બોલિંગ યુનિટમાં અનુભવ, ઉત્કટ અને શક્તિ ઉમેરશે.

32 વર્ષના ગેબ્રિલેએ મે 2012 માં ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 45 ટેસ્ટમાં અત્યાર સુધીમાં 133 વિકેટ ઝડપી છે.

સેન્ટ લ્યુસિયાના ડેરન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બે વર્ષ પહેલા તેણે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને શ્રીલંકા સામે ઈનિંગ્સમાં 6૨ રન આપીને 8 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે ૧૨૧ રન આપીને ૧3 વિકેટ ઝડપી હતી.

વિઝડન ટ્રોફી જાળવી રાખવા માટે સિરીઝ રમવા માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ શુક્રવારે માન્ચેસ્ટરથી સાઉધમ્પ્ટન જશે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ બુધવારથી એજીસ બાઉલમાં શરૂ થશે.

વેસ્ટ ઇન્ડીઝની ટેસ્ટ ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), જેર્માઇન બ્લેકવુડ, નૂક્રેમહ બોનર, ક્રેગ બ્રેથવેટ, શમર બ્રૂક્સ, જોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, રાહકીમ કોર્નવોલ, શેન ડૌરીચ, શેનોન ગેબ્રિયલ, ચેમર હોલ્ડર, શે હોપ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ.

Exit mobile version