TEST SERIES

વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 201 રનથી હરાવ્યું, WTC પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર

Pic- Fancode

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 201 રને હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશને જીતવા માટે 334 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમ 132 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રથમ દાવમાં સદી ફટકારનાર જસ્ટિન ગ્રીવ્સને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે બે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે, જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર થયો છે.

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં નવ વિકેટે 450 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે નવ વિકેટે 269 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશના બોલરોએ બીજા દાવમાં વેસ્ટ ઈન્ડિઝને 152 રનમાં આઉટ કરી દીધું, તસ્કીન અહેમદે છ વિકેટ લીધી, પરંતુ બીજી ઈનિંગમાં બાંગ્લાદેશના બેટ્સમેનો ફ્લોપ રહ્યા. સમગ્ર ટીમ બીજી ઇનિંગમાં માત્ર 132 રન બનાવી શકી હતી.

વેસ્ટ ઈન્ડિઝની ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બાંગ્લાદેશને પાછળ છોડી દીધું છે. બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને પહોંચી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમની જીતની ટકાવારી 26.67 ટકા છે. જોકે, આ જીત બાદ પણ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવાની દાવેદાર નથી. બાંગ્લાદેશ ટીમની જીતની ટકાવારી 25 ટકા છે, તેના માટે પણ ફાઈનલના દરવાજા બંધ છે.

Exit mobile version