વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ભારત સામે આગામી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં તેણે 13 ખેલાડીઓની સાથે બે પ્રવાસી અનામતની પણ પસંદગી કરી છે.
આ ટેસ્ટ મેચ 12 થી 16 જુલાઈ દરમિયાન ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે અને આ શ્રેણીથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તેમની ત્રીજી આવૃત્તિની શરૂઆત કરશે. ક્રેગ બ્રેથવેટ ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં સુકાની તરીકે ચાલુ રહેશે, જ્યારે જર્માઈન બ્લેકવુડને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે 30 વર્ષીય ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલ પણ 2021 પછી ટીમમાં પરત ફર્યો છે.
ડાબોડી બેટ્સમેન કિર્ક મેકેન્ઝીને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે સાથી ડાબોડી બેટ્સમેન એલિક અથાનેજ ટીમમાં અન્ય અનકેપ્ડ ખેલાડી છે. નવેમ્બર 2021માં તેની છેલ્લી ટેસ્ટ રમનાર ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલ અને ડાબોડી સ્પિનર જોમેલ વોરિકન પણ ટીમમાં પરત ફર્યા છે.
ટીમની જાહેરાત કરતા, મુખ્ય પસંદગીકાર ડૉ. ડેસમંડ હેન્સે કહ્યું: ‘અમે બાંગ્લાદેશના તાજેતરના ‘A’ ટીમના પ્રવાસ પર મેકેન્ઝી અને અથાનાઝના બેટિંગ અભિગમથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ બે યુવા ખેલાડીઓ છે જેમણે સારા સ્કોર મેળવ્યા છે અને ઘણી પરિપક્વતા સાથે રમ્યા છે અને અમે માનીએ છીએ કે તેઓ એક તકને લાયક છે.
ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ
ક્રેગ બ્રેથવેટ (સી), જેર્માઈન બ્લેકવુડ (વીસી), અલીક અથાનાઝ, ટેજેનરીન ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ દા સિલ્વા, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલ્ઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમર રોચ, જોમેલ વોરિકન
West Indies' squad for the first Test Vs India:
Kraigg Brathwaite (C), Holder, Joseph, Blackwood, Alick Athanaze, Tagenarine, Cornwall, Joshua, Gabriel, Kirk McKenzie, Raymon Reifer, Roach and Jomel Warrican. pic.twitter.com/rAhLFu9lHr
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2023
