વેસ્ટ ઈન્ડિઝે આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં સાત અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેસન હોલ્ડર T-20 ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવા માંગે છે, તેથી આ શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. બેટ્સમેન ઝાચેરી મેકકાસ્કી, વિકેટકીપર ટેવિન ઇમલાચ, ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ, કેવેમ હોજ અને કેવિન સિંકલેર તેમજ ફાસ્ટ બોલર અકીમ જોર્ડન અને શમર જોસેફને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ફાસ્ટ બોલર જેડન સીલ્સ ખભાની ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. જ્યારે ઓલરાઉન્ડર કાયલ મેયર્સે ટી-20 ક્રિકેટ રમવા માટે ટેસ્ટ ટીમમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો હતો.
તમને જણાવી દઈએ કે 1997થી વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીતી છે. ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝને 16માંથી 14 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 17 જાન્યુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ પછી બીજી ટેસ્ટ 25 જાન્યુઆરીથી શરૂ થશે. આ પછી, ત્રણ ODI અને ત્રણ T-20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાશે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ:
ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), અલઝારી જોસેફ, તેજનારીન ચંદ્રપોલ, કિર્ક મેકેન્ઝી, એલિક એથેનાઝ, ક્વામ હોજ, જસ્ટિન ગ્રીવ્સ, જોશુઆ દા સિલ્વા, અકીમ જોર્ડન, ગુડાકેશ મોતી, કેમર રોચ, કેવિન સિંકલેર, ટેવિન ઇમલાચ, શમાર જોસી, શમર જોસી.
West Indies Test Squad Named for Tour of Australia🏏🌴
Read More Here ▶️ https://t.co/uQFHyD2WSN pic.twitter.com/d0HISX2RTw— Windies Cricket (@windiescricket) December 21, 2023